મહાત્મા ગાંધીના પૌત્રવધુની કરોડોની સંપત્તિનો થયો ખુલાસો

મહાત્માં ગાધીના પૌત્રવધુ ડૉ શિવાલક્ષ્મી એ જીવનના છેલ્લા કેટલાક વર્ષો વૃદ્ધાશ્રમમાં ગુજાર્યા હતા. તેઓએ રામદાસ મોહનદાસ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ બનાવ્યું હતું. ટ્રસ્ટ થકી બોદ્ધિક પ્રખર અને ગરીબ બાળકોના શિક્ષણ મળે તેવી તેમની ઇચ્છા હતી. તે માટે ટ્રસ્ટ બનાવ્યું હતું. જેમા તેમણે પોતાની કરોડોની સંપત્તિ દાન કરી દીધી હતી. પોતાના અંતિમ દિવસો તેમણે ભીમરાડ ગામના લોકો સાથે વિતાવ્યા હતા અને ગામના લોકો તેમની સારસંભાળ રાખતા હતા. પરંતુ ગામના લોકોને પણ ખબર ન હતી કે તેમની પાસે કરોડોની સંપત્તિ છે. ઉલ્લેખનિય છે કે ડૉ શિવાલક્ષ્મી પોતે ઇંગ્લેન્ડ થી બાયો કેમ્સ્ટ્રીમાં PHD હતા અને કનું ભાઈ નાસામાં વૈજ્ઞાનિક હતા. હવે તેમની કરોડોની સંપત્તિ તેમણે દાનમાં આપી દીધી છે. જેથી ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે છે.