અરવલ્લી જિલ્લામાં ૧૦૦ દર્દીઓ સ્વસ્થય થયા : ૯ લોકો કોરોનાની સારવાર હેઠળ

અરવલ્લી જિલ્લામાં ૧૦૦ દર્દીઓ સ્વસ્થય થયા : ૯ લોકો કોરોનાની સારવાર હેઠળ
Spread the love
  • મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી વધુ ૩ દર્દીએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા

મોડાસા,
અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટીવના ૧૧૨ દર્દીઓ નોંધાયા હતા જે પૈકી ૧૦૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે જયારે ૯ દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જણાવ્યું હતું કે, જિલ્લામાં શુક્રવારના રોજ મોડાસા શહેરી વિસ્તારના ૭૦ વર્ષિય વૃધ્ધાનો કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવતાની સાથે જિલ્લામાં કોરોનાનો આંક ૧૧૨ સુધી પહોચ્યો છે. આ નિયત્રિંત વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે આ વિસ્તારમાં આરોગ્યની ૩ ટીમો દ્વારા ૧૬૬ ઘરોની ૬૯૦ લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વે ની કામગીરી કરવામાં આવી છે તે પૈકી ૮વ્યક્તિઓને કોરોનાને શંકાસ્પદ કોરાનાના લક્ષણ જણાતા હોમકોરેનન્ટાઇન કરવા માં આવેલ છે.

જિલ્લામાં નોંધાયેલ ૧૧૨ કેસ પૈકી ભિલોડાના એક અને મોડાસા મોડાસા શહેરના બે મળી કુલ ત્રણ લોકોના મોત થયા છે. જયારે મોડાસાની કોવિડ હોસ્પિટલ વધુ ત્રણ લોકોને રજા આપતા જિલ્લામાં ૧૦૦ લોકોની સારવાર પૂર્ણ થતા તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા છે. અરવલ્લીમાં અત્યારે ૧૫૧૪ લોકોને હોમ કોરેન્ટાઇન કરાયા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!