મુખ્યમંત્રી રૂપાણીની વિડીયો કોન્ફરન્સ

અમદાવાદ: કેન્દ્ર સરકારની પૂર્ણ મદદ સહયોગની ગૃહમંત્રી અમિત શાહે ખાતરી આપી મુખ્યમંત્રી રૂપાણીએ સંભવિત વાવાઝોડાના સામના માટે આગોતરા આયોજનની વિસ્તૃત વિગતોથી કેન્દ્રીય ગૃહમંત્રીને માહિતગાર કર્યા. મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી જિલ્લામાં આ સંભવિત વાવાઝોડાની સ્થિતીને પહોચી વળવા રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજનમાં ટીમ ટીમ તૈનાત રાખવામાં આવી છે તેની તેમજ નીચાણ વાળા વિસ્તારના લોકોના માછીમારો-અગરિયાઓ અને ઝિંગા ફાર્મના લોકોને સલામત સ્થળે સ્થળાંતર સહિતની તૈયારીઓથી ગૃહમંત્રીને વાકેફ કર્યા હતા.
ગૃહમંત્રીએ આ સંભવિત વાવાઝોડાની સ્થિતીના મૂકાબલા માટે રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી પૂરા સહયોગની ખાતરી આપી હતી.આ વિડીયો ફોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હા સહિતના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.