પેટલાદ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના કનુભાઈ ભોઈને મરણોત્તર સન્માન પત્ર

પેટલાદ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મહોદય સંજાયા પ્રા.શાળાના શિક્ષક, પેટલાદ/સોજીત્રા પ્રાયમરી ટીચર્સ સોસાયટીના પૂવૅ પ્રમુખ કનુભાઈ ભોઈનુ તા. ૧૪મી મે ના રોજ આકસ્મિક નિધન થયેલ. શિક્ષકોની સમસ્યાઓનેહરહંમેશ ઉજાઞર કરનાર, ભૂલકાઓના હૃદયમાં આઞવુ સ્થાન ધરાવનાર, માનવ સેવામાં પોતાનુ જીવન સમપિત એવા કનુભાઈ ભોઈની આકસ્મિક વિદાયથી તેમની મોટી ખોટ પડી છે, ત્યારે ભઞવાન તેમના દિવ્ય આત્માને મોક્ષની પ્રાપ્તિ આપે એજ પ્રાથૅના સહ.
આણંદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, પેટલાદ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, તમામ તાલુકા ઘટક સંઘો તેમને ભાવપૂણૅ શ્રદ્ધાંજલિ અર્પી તેમના સુપુત્ર ભૌમિક અને તેમની સુપુત્રીઓ જૈમિનાબેન અને હીરલબેનને તેમનુ મરણોત્તર સન્માન પત્ર અપૅણ કયુૅ. સાથે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી ભઞવાન દુ:ખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાથૅના…
ૐ શાંતિ… શાંતિ… શાંતિ…
વિપુલ સોલંકી/હરીશ પટેલ (પેટલાદ)