પેટલાદ : દેસાઈ શેરીના રહીશો દ્વારા સફાઇ કામદાર રમીલાબેન જાદવનું સન્માન

દેસાઈ શેરી પેટલાદ, વોર્ડ નંબર 7, રમીલાબેન જાદવ સફાઈ કામદાર છે… દેસાઈ શેરીના રહીશોએ રમીલાબેન નું સન્માન કરવાનું નક્કી કર્યું. જૈમીની રુચિત પટેલ કે જે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે અને હું ચીફ ઓફિસર આ સત્કાર્યમાં શામેલ થયા અને સફાઈ કામદાર રમિલાબેનને બાજુમાં સ્થાન આપી તેમના કાર્યનો આદર કર્યો… “આજે આ સન્માનની નવી પ્રથા પાડી છે. કર્મના સન્માનમાં ફક્ત માણસાઈ ની રીતભાત અપનાવી છે.”
વિપુલ સોલંકી/હરીશ પટેલ (પેટલાદ)