ધોરાજી હોસ્પિટલ ખાતે દર્દીઓને જમવાની સુવિધા ચાલુ કરવામાં આવી
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને જમવા માટે સુવિધા ચાલુ કરાઈ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં આવતા દૂર-દૂરના દર્દીઓ તેમજ ડીલેવરી માટે આવેલ બહેનો અને જમવાની સુવિધા વર્ષો પહેલા ચાલુ હતી તે સેવા ફરી ચાલુ કરવામાં આવી આ અંગે સરકારી હોસ્પિટલના અધિક્ષક અને જણાવ્યું હતું કે દાખલ થયેલ તમામ દર્દીઓ સવારે ચા બપોરે અને સાંજે ગરમાગરમ જમવાનું અને બપોર બાદ ચા અને ડિલિવરી માટે દાખલ કરવામાં આવેલી બહેનો માટે શુદ્ધ ઘીનો શીરો પણ અપાશે આ તકે સરકારી હોસ્પિટલના ડોક્ટર જયેશ વસ્ટિયન, રાજ બેરા, પ્રાજલબેન રાજાણી, કાલરિયાભાઇ સહિતના હાજરીમાં દર્દીઓને જમવાનું અપાયું હતું.
રીપોર્ટ : કૌશલ સોલંકી (ધોરાજી)