ખળભળાટ : મહેસાણા મહિલા DYSP સહિત 4 વ્યક્તિ કોરોના પોઝિટિવ

મહેસાણામાં આજે સવારે કોરોનાના નવા ચાર કેસ આવ્યા બાદ બપોરી ફરી બીજા ચાર કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં મહેસાણા શહેરમાં ત્રણ અને વિજાપુરમાં એક મળી ચાર કેસ સામે આવ્યા છે. આજે મહેસાણામાં પોઝિટીવ આવેલા દર્દીઓમાં મહેસાણાના મહિલા DYSP રૂહીબેન પાયલાનો પણ સમાવેશ થયા છે. જેમાં આજે આવેલા ત્રણ દર્દીને સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે વિજાપુરમાં પોઝિટીવ આવેલા દર્દીને વડનગરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કુલ પોઝિટિવ 144 છે. હાલ જીલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 54 છે.
મહેસાણા જીલ્લામાં કોરોનાના કેસ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. આજના દિવસે નવા આઠ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આજે મહેસાણા શહેરમાં ચાર કેસ, કડીમાં બે, ઉંઝામાં એક અને વિજાપુરમાં એક મળી કુલ આઠ કેસ નોંધાયા છે. જેમાં આજે બપોરે મહેસાણા શહેરના સર્કિટ હાઉસ ખાતે(DYSP રૂહીબેન હંસાબેન પાયલા(ઉ.31), નવાપરા ખાતે હિતેષભાઇ બાબુભાઇ પારેખ(ઉ.35), રાધનપુર રોડના વૃંદાવન બંગ્લોઝ પાસે કપીલાબેન અંબાલાલ સોની(ઉ.60) અને વિજાપુરના શ્રીજી હાઇટ્સમાં પિયુષ મહેશભાઇ પટેલ(ઉ.32)નો કોરોના ટેસ્ટ પોઝટીવ આવ્યો છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણામાં આજે સવારે પણ ચાર કેસ સામે આવ્યા હતા. જેમાં સવારે ઉંઝાના બારોટ પંકજભાઇ અરવિંદભાઇ (ઉ.4૦), કડીના શ્રુતિમંદીરના રમણીકભાઇ ગોવિંદભાઇ પટેલ(ઉ.68), દેત્રોજ રોડ પરની ત્રિભોવન સોસાયટીના કૈલાશબેન ભીખાભાઇ પ્રજાપતિ (ઉ.6૦) અને મહેસાણા શહેરના નાગલપુરના જય પાર્શ્વનાથ સોસાયટીના નટવરભાઇ ચતુરભાઇ પ્રજાપતિ(ઉ.44)નો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આમ, આજે સવારથી બપોર સુધી મહેસાણામાં કોરોનાના નવા આઠ કેસ સામે આવ્યા છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કુલ પોઝિટિવ 144, તો કુલ ડિસ્ચાર્જની સંખ્યા-82 અને અત્યાર સુધી કુલ 09 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)