જામનગર શહેરમાં વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષોની ડાળીનું છેદન

- શહેરમાં 5 જૂન શુક્રવારના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત સામાજિક સંસ્થા દ્વારા વૃક્ષ
રોપણ સહિત પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા. બીજી બાજુ પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી ચાલી રહી હોય દિગ્વિજય પ્લોટ-49થી ગોકુલનગર વચ્ચેના માર્ગ પર વીજ વાયરોને નડતર રૂપ વૃક્ષોની મહાકાય ડાળીનું છેદન કરી દૂર કરવામાં આવી હતી. વીજ વાયરોને નડતરરૂપ વૃક્ષની ડાળીઓ દૂર કરવી જરૂરી છે. પરંતુ વિશ્વ પર્યાવરણ દિવસના વૃક્ષોની ડાળીઓના છેદનથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી.
– રોહિત આર. મેરાણી (જામનગર)