મોડાસાની મસ્જિદોમાં જુમ્માની નમાજ થર્મલ સ્ક્રીનિંગ સોશ્યલ ડિસ્ટન્સ

કોરોના મહામારીના કારણે કોરોના સંક્રમણને અટકાવવા ધાર્મિક સ્થાનો બંધ કરવામાં આવ્યા હતા ધીરે ધીરે ધાર્મિક સ્થાને સરકારી ગાઈડલાઈન મુજબ ખુલી રહ્યા છે મોડાસા શહેરમાં આવેલી મસ્જિદોમાં સામુહિક નમાજ અદા કરવા પર પાબંધી લગાવી દીધી હતી લઘુમતી સમાજના બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્ર ની નમાજ પણ ઘરે અદા કરી હતી ત્યારે લોકડાઉન પછી સૌપ્રથમ વાર શ્હેરની મસ્જિદોમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે અને મસ્જિદોમાં નમાજ અદા કરવા આવતા નમાજીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને સૅનેટાઇઝર નો ઉપયોગ કરવામાં આવ્યો હતો મુસ્લિમ બિરાદરોએ કોરોનાની બીમારીનું સંકટ દૂર થાય તેવી દુવા માંગી હતી.
રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)