મહેસાણા જિલ્લામાં કોરોનાના નવા 5 કેસ

મહેસાણા જિલ્લામાં આજે નવા ચાર કેસ કોરોનાના સામે આવ્યા છે. કડીમાં કોરોના બેકાબુ બન્યો હોય તેમ આજે પણ કેસ નોંધાતા અનેક લોકો શંકાસ્પદ બન્યા છે જેમાં કડીમાં બે, મહેસાણા શહેરમાં એક,અને વિસનગર શહેરમા એક મળી કુલ ચાર નવા કેસ સામે આવ્યા છે આજે નવા આવેલા કેસોમાં બે લોકોને કડી, એક ને મહેસાણા, અને એક ને વિસનગરના આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે .મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી ૧૮૪ કેસ પોઝિટિવ આવેલા છે. મહેસાણા જિલ્લામાં ગઈ કાલે એક પણ કેસ નહીં નોંધાતાં થોડી રાહત મળ્યા બાદ આજે એકસાથે ચાર કેસ પોઝિટિવ આવ્યા છે જેમાં કડી શહેરમાં બે અને મહેસાણા અને વિસનગર માં એક એક કેસ નોંધાયો છે.
કડીના રાજ રેસિડેન્સીમાં રહેતા અને શહેરમાં મોબાઈલ ની દુકાન ધરાવતા કનુભાઇ પટેલ (ઉં.વર્ષ.૩૮),જલધારા સોસાયટીના પ્રાઇવેટ ક્લાર્ક તરીકે નોકરી કરતા અલ્પેશકુમાર પટેલ (ઉ.૪૩). નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેમને સારવાર અર્થે કડી ની રીધમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહેસાણાના શ્રીનાથ એપાર્ટમેન્ટ માં રહેતા અને શહેરની અજીત ટ્રેડિંગ માં નોકરી કરતા વિશાલ શાહ(ઉં.43) ને સાઈકૃષ્ણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે અને વિસનગરના શ્રીજી એકવા ફ્લેટ માં રહેતા અને કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ બીપીન કુમાર શાહ (ઉં.58) નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેને સારવાર અર્થે વડનગર દાખલ કરવામાં આવ્યા છે.