મહેસાણાના પાંચોટમાં 8 જુગારીઓ લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયા

મહેસાણા તાલુકાના પાંચોટ ગામમાં પટેલ ચિનુભાઈ નારણદાસના રામજીમંદિર ચોકમાં આવેલ ઘંટીવાળા મકાનમાં ખાનગી બાતમીને આધારે તાલુકા પોલીસે રેડ કરી જુગાર રમતા આઠ જુગારીઓને ૧૬.૮૧ લાખ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મહેસાણા જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ ની સૂચના મુજબ મહેસાણા તાલુકા પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ કરી આર્થિક ફાયદાસરુ જુગાર રમતા 8 શખ્સો પાસે થી ૧.૦૮ લાખ રોકડ,૧૫ લાખ રૂપિયાની બે ગાડી અને રૂ.૭૩ હજારની કિંમતના ૮ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.
ઝડપાયેલા જુગારીઓ
૧- પટેલ ચિનુભાઈ નારણદાસ રહે.પાંચોટ
૨ – પટેલ રોહિતભાઈ પ્રહલાદભાઈ રહે.પાંચોટ
૩ – પટેલ પરષોત્તમભાઈ રણછોડભાઈ રહે.પાંચોટ
૪ – પટેલ અલ્પેશકુમાર અંબાલાલ રહે.સહજ હોમ્સ, રાધનપુર રોડ ,મહેસાણા
૫ – પરમાર મહેશભાઈ દેવજીભાઈ રહે.પાંચોટ
૬ – પટેલ કેતનકુમાર રણછોડભાઈ રહે.પાંચોટ
૭ – આર્ય વિશ્વાસ કુમાર સુરેશભાઈ રહે.પિલાજી ગંજ , મહેસાણા
૮ – પઠાણ યુસુફખાન ઉર્ફે સલીમ રહીમખાન રહે.કસ્બા ,મહેસાણા