કડીમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા : એક મહિલાનું મૃત્યુ

કડીમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા : એક મહિલાનું મૃત્યુ
Spread the love

મહેસાણા જિલ્લામાં આજે નવા ચાર કેસ કોરોનાના સામે આવ્યા છે.કડીમાં કોરોના બેકાબુ બન્યો હોય તેમ આજે પણ બે કેસ નોંધાતા અનેક લોકો શંકાસ્પદ બન્યા છે અને શહેરમાં લોકલ ટ્રાન્સમિશન પુરઝડપે આગળ વધી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. કડીમાં બે, મહેસાણા શહેરમાં એક, કુલ ત્રણ નવા કેસ સામે આવ્યા છે આજે નવા આવેલા કેસોમાં બે લોકોને કડી, એક ને મહેસાણા, અને એક દર્દીને આસ્કા હોસ્પિટલ ગાંધીનગર, રિધમ હોસ્પિટલ કડી, યુએન મહેતા અમદાવાદ , ખસેડવામાં આવ્યા છે .મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી ૧૯૭ કેસ પોઝિટિવ આવેલા છે.

મહેસાણા જિલ્લામાં એકસાથે ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે જેમાં કડી શહેરમાં બે અને મહેસાણા એક કેસ નોંધાયો છે. કડીના કૌશલ્ય બંગલોઝ નાની કડીમાં રહેતા વિષ્ણુભાઇ પટેલને (ઉંમર વર્ષ ૫૫) કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેમને સારવાર અર્થે કડી ની રીધમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કડીના બુડાસણ ના રહેવાસી કેઇટન બ્રોસ (ઉંમર ૯૦) જો હાલ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે છે જ્યારે કલ્પેશભાઇ પટેલ( ઉંમર વર્ષ ૩૬) ડી જી નગર સોસાયટી મહેસાણાના દર્દીને આસ્થા હોસ્પિટલ ગાંધીનગર દાખલ કરવામાં આવેલ અને મહેસાણા જિલ્લામાં હાલ એક્ટિવ કેસની ૪૪ સંખ્યા છે અને મહેસાણા જિલ્લામાં આજ દિન સુધીની નોંધાયેલા કેસની સંખ્યા ૧૯૭ થઈ છે અને મહેસાણા જિલ્લામાં સૌથી વધુ કારોના પોઝિટિવ કેસોની સંખ્યા કડીમાં નોંધાયેલી છે અને કડીના હજીમ બીવી સાસિયા નામની ૫૦ વર્ષે મહિલાનું કારોના સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

IMG-20200618-WA0006.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!