કડી તાલુકાના કેટલાક ગામ મા છુટાછવાયા તીડ દેખાયા
- કડી તાલુકાના લક્ષ્મીપુરા(આદુદરા) ગામની સીમમાં છુટાછવાયા તીડ જોવા મળતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સમગ્ર રાજ્ય પર તીડનું સંભવીત આક્રમણની સંભાવના સેવાઈ રહી છે. આ તીડને કંટ્રોલ કરવા કેન્દ્ર અને રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા આગોતરૃ આયોજન થઈ રહ્યું છે. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પણ તીડની સંભાવના છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા ગામેગામ બેઠકો કરી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. મહેસાણા ખેતીવાડી કચેરી દ્વારા બે દિવસમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગામવાસીઓ તેમજ ખેડૂતો સાથે બેઠકોનો દોર શરૃ કરી માર્ગદર્શન આપવામાં આવનાર છે.
દ્વારકાના દરીયાઈ માર્ગેથી સોમાલીયાથી તીડના ઝુંડ રાજ્યમા ંજુનના અંતિમ સપ્તાહમાં પ્રવેશ કરશે તેમ ખેતીવાડી કચેરીના સૂત્રો દ્વારા જણાવે છે. ત્યારે કરોડોની સંખ્યામાં તીડ રાજ્યમાં પ્રવેશનાર છે અને તેની સંભવીત અસર મહેસાણા જિલ્લામાં પણ જોવાઈ રહી છે. મહેસાણા જિલ્લામાં ખેતીવાડી કચેરી દ્વારા વિવિધ ટીમો દ્વારા ગામેગામ માર્ગદર્શન આપવામાં આવશે અને ખેતી તેમજ ગ્રામ્ય વિસ્તારની હરીયાળીને નુકશાનીથી બચાવવા સમજણ પુરી પાડવામાં આવશે. કડી તાલુકાના કેટલાક ગામડાઓમાં તીડ દેખાતા ગામલોકો સીમમાં જઇ તીડ ભગાડવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.