જામનગરમાં વેપારીઓએ ચાઈનીઝ વસ્તુની હોળી કરી

- જામનગર શહેરમાં ચાઈનીઝ બનાવટની વસ્તુઓના ખરીદ વેચાણનો વિરોધ કર્યો
- ચાંદી બજાર, લાલબંગલા સર્કલ, રણજીતનગર, હવાઈ ચોકમાં મંડળના હોદ્દેદારો દ્વારા વિરોધ પ્રદર્શન
જામનગર વેપારી મહામંડળ દ્વારા દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ભારતીય સૈનિકો ઉપર કાયરતાથી હુમલો કરી યુદ્ધ જેવી સ્થિતિ ઉભી કરનાર ચીનની વસ્તુઓનો હોળી કરી વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં ચાંદી બજાર, લાલબંગલા સર્કલ, રણજીતનગર, હવાઇ ચોકમાં વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
ચાઈનીઝ બનાવટની વસ્તુઓની હોળી
ચીન દ્વારા ભારતીય સીમા પર દબાણ સહિતની કાર્યવાહી કરી ભારતના સૈન્યને નુકસાન પહોંચાડ્યું કાર્યવાહી કરી ભારતના સૈન્યને નુકસાન પહોંચાડ્યું હોવાથી દેશભરમાં ચીનનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ગુરુવારે જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્ના અને હોદ્દેદારો દ્વારા શહેરના જુદા-જુદા ચાર વિસ્તારમાં ચાઈનીઝ બનાવટની વસ્તુઓની હોળી કરવામાં આવી હતી. જેમાં સાંજે ૬.૩૦ વાગ્યે ચાંદી બજાર સર્કલ, સાત વાગ્યે લાલબંગલા સર્કલ, સાંજે ૭.૧૫ વાગ્યે રણજીત નગર પટેલ સમાજ ચોક અને સાંજે ૭.૩૦ વાગ્યે હવાઈ ચોક વિસ્તારમાં ચાઈનીઝ બનાવટની વસ્તુઓ શહેરમાં હોળી કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કાર્યક્રમ દરમ્યાન વેપારી મંડળના પાંચ હોદ્દેદારોની હાજરીમાં તથા સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરીને ઊભા રહી વિરોધ કરવામાં આવ્યો હતો.
– રોહિત આર. મેરાણી (જામનગર)