ગાંધી પીસ ફાઉંડેશન નેપાલ દ્વારા સ્વચ્છતા અભિયાન, સામાજિક કાર્યકર અને સાહિત્યકારોનો સન્માન સમારોહ

ગાંધી પીસ ફાઉંડેશન નેપાલ ના અધ્યક્ષ તથા ફોઉંડર શ્રી લાલ બહાદુર રાણા દ્વારા તારીખ ૧૮ જૂન ૨૦૨૦ સાંજે ૫ વાગ્યે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમ સ્વચ્છતા,અભિયાન માં જોડાયેલ, સામાજિક કાર્યકર અને સાહિત્ય કારોનો સન્માન હેતું આયોજિત કરવામાં આવ્યો હતો. સંયોજક ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા સુગ્યા મોદી અને લાલ બહાદુર રાણાનું શબ્દો રૂપી ફૂલ માળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઑન લાઈન સન્માન પત્ર આદરણીય શ્રી સુગ્યા મોદી ગાંધીવાદી લેખક નોઈડા દ્વારા સામાજિક કાર્યકર અને સાહિત્યકારોને અર્પિત કરવામાં આવ્યા હતા અને સન્માનિત કરવામાં આવ્યા, આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી, સરસ્વતી વંદના બિહાર ની સાહિત્યકાર સમાજ સેવી સુમન સોની દ્વારા કરવામાં આવી, આ કાર્યક્રમ નું સુંદર સંચાલન સચિવ શ્રી રમેશભાઈ મૂલવાણી અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ માં ગાંધી પીસ ફાઉંડેશન નેપાલ ના ઇન્ટેરનેશનલ એમ્બેસેડર તેમજ કાર્યક્રમ ના સંયોજક અને અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર, સામાજિક કાર્યકર, વયસન મુક્તિ અભિયાન પ્રણેતા તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજનાર શ્રી ઇન્ડિયન લાયન્સ ગાંધીનગર, હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક, ભૂત પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ, નું પણ સન્માન પત્ર આપી શ્રી લાલ બહાદુર રાણા પ્રમુખ ગાંધી પીસ ફાઉંડેશન નેપાલ દ્વારા કરવામાં આવ્યું હતું
કાર્ય ક્રમના સંચાલક શ્રી રમેશભાઈ મૂલવાણીનું સન્માનપત્ર આપી પ્રમુખશ્રીએ સન્માન કર્યું હતું, કાર્યક્રમ અંતમાં ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ, અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આભારવીંધી કે. આઈ. પટેલ એડવોકેટ ગાંધીનગર દ્વારા કરવામાં આવી હતી, તેઓનું સન્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા, તેઓ સામાજિક કાર્યકર છે અને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગરના ખચાનચી છે, અને કાર્યક્રમના અંતિમ તબક્કામાં ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા રાષ્ટ્ર ગીત જન ગણ મન રજૂ કરવામાં આવ્યું અને કાર્યક્રમને પૂર્ણ કરવા આવ્યો હતો.