ABVP પાલનપુર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી ચાઈનાનું પૂતળા દહન

વર્તમાનમાં કોરોનાના કહેર વચ્ચે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર મુદ્દે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર શાખા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી ચીનનું પૂતળા દહન કરાયું હતું. એબીવીપી દ્વારા ચાઈનાનું પૂતળું દહન કરવાની સાથે સાથે ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કારના મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં એબીવીપીના કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
રિપોર્ટ : તુલસી બોધુ, બ.કા
(લોકાર્પણ દૈનિક)