સર પી.ટી સાયન્સ કોલેજ, મોડાસામાં બાયડના શિક્ષક ધ્વારા કોરોને લગતા સેનેટાઇઝર બે પ્રોજેક્ટ રજુ થયા

મ.લા.ગાંધી ઉ.કે.મંડળ સંચાલિત સર પી.ટી.સાયન્સ કોલેજ,મોડાસામાં સરકારશ્રીએ વિધ્યાર્થીઓ ઇનોવેશનથી ઉધ્યોગ સાહસિક બની શકે તે માટે ઇન્ક્યુબેશન સેન્ટરની મંજુરી આપેલ છે. વિધ્યાર્થીઓમાં ઉધ્યોગ સાહસિક્તા વિકસે તથા તેનામાં રહેલી ક્રિએટીવીટીનું ડેવલોપમેન્ટ થઇ શકે તે માટે આ ઇન્ક્યુબેશન સેન્ટરમાં પ્રોજેક્ટ માટે જરુરી માર્ગદર્શન તથા આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે. હાલ સેન્ટરમાં કુલ ૧૬ પ્રોજેક્ટ કાર્યરત છે અને નજીકના ભવિષ્યમાં કેટલાક પ્રોજેક્ટ પેટન્ટ પુર્ણ કરશે. હાલ ઇન્ક્યુબેશન સેન્ટરમાં શિક્ષક મિત્રો પણ પોતાની આગવી સુઝથી નવિનતમ પ્રોજેક્ટ રજુ કરી સમાજને કઇક નવું આપવાની ખેવના ધરાવે છે.
જિલ્લા લોક વિજ્ઞાનની પ્રેરણાથી બાયડ તાલુકાના ફ્તેપુરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દેવેન્દ્રભાઇ પટેલે યુવીસી મશીનના અલ્ટ્રાવાયોલેટ તરંગોથી વસ્તુઓને જીવાણુ મુક્ત કરી શકાય તથા સેનેટાઇઝર ટ્રે થી શુઝ અને ચંપલ ને સેનેટાઇઝ કરવાના બે નવીનતમ પ્રોજેક્ટ રજુ કરેલ જેને SSIP કમિટીએ મંજુર કરેલ તથા શ્રી દેવેન્દ્ર પટેલને આર્થિક સહાયનો ચેક મંડળના મંત્રીશ્રી સુરેન્દ્રભાઇ શાહ, પ્રિ.ડૉ.કે.પી.પટેલ, કો-ઓર્ડીનેટર પ્રો.વેકરીયા તથા ડૉ.સંજય વેદિયાની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો. પ્રોજેક્ટ પેટન્ટ સુધી પહોચે તે માટે ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા જરુરી માર્ગદર્શન પુરી પાડવામાં આવશે.
સાયન્સ કોલેજ મોડાસાના ઇન્ક્યુબેશન સેન્ટરમાં થઇ રહેલ નાવિન્ય સભર કાર્ય માટે મંડળના પ્રમુખશ્રી નવિનચંદ્ર આર.મોદી તથા મંત્રી શ્રી સુરેન્દ્રભાઇ શાહ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે. ગુજ કોસ્ટના મેમ્બર સેક્રેટરીશ્રી નરોત્તમ શાહુ દ્વારા શ્રી દેવેન્દ્ર પટેલ ને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.