વડાલી શહેરમાં જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ

- પોલીસે દુકાનો બંધ કરાવતા હોબાળો મચાવ્યો, ટોળા સામે ફરિયાદ નોંધાવાઈ
વડાલી શહેરમાં ધરોઈ રોડ ઉપર આવેલી મોહમ્મદી ફ્રાય એન્ડ ચાઈનીઝ સેન્ટર દુકાન મોડે સુધી ચાલુ રાખતા વડાલી પોલીસ દુકાન બંધ કરાવવા ગઈ હતી. લોકડાઉન બાદ અનલોક 1 મા રાત્રિ કરફ્યુ અમલી છે છતાં કલેકટર ના જાહેરનામા નો ભંગ કરી મોડે સુધી દુકાન ચાલુ રાખતા પોલીસ દ્વારા દુકાન બંધ કરાવવા જતાં ટોળું એકઠું થયું હતું. ટોળાએ પોલીસ સાથે ઝપાઝપી કરતાં પોલીસે ટોળાને વિખેરવા પ્રયત્ન કર્યો હતો છતાં પણ કેટલાક અસામાજીક તત્વોએ હોબાળો મચાવ્યો હતો.
જેથી પોલીસે ટોળા વિરુધ્ધ સરકારી કામમાં રુકાવટ બદલ ફરીયાદ દાખલ કરી હતી. કોરોના મહામારી ને લીધે સોસીયલ ડીસટંનસ જળવાઈ રહે તે માટે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં લોકો એ તેનું ઉલ્લંઘન કરતા પોલીસે મઝરખાન સલીમખાન નાગોરી, મન્સુરી નઝીર સહિત 11 શખ્સો અને લોકો ના ટોળા સામે પોલીસે વિવિધ ગુના હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધીરુભાઈ ખેડબ્રહ્મા