જામજોધપુરમાં વીજતંત્રની લોલમલોલ વોલ્ટેજના અનેક પ્રોબ્લેમ છતા નિર્ભર તંત્ર ચુપ

જામજોધપુર શહેરમાં વીજતંત્ર પી.જી.વી.સી.એલ તંત્ર છેલ્લા ઘણા સમય થયા ખાડે ગયું હોય ચોક્કસ પેઢી ગયેલ અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોય, મોટાભાગના અધિકારીઓ પોતાના મોબાઇલમાં તથા ચેટ કરવામાં વ્યસ્ત હોય સામાન્ય રજુઆત ફોલ્ટ વોલ્ટેજ જેવી રજુઆતમાં ધ્યાન દેતું નથી. અનેક વિસ્તારમાં વોલ્ટેજના પ્રોબ્લેમ હોય પણ આ પ્રશ્નનો હલ થતો નથી. માત્ર પોતાના માનીતા અને રાજકીય ઓથા ધરાવતા લોકોના પ્રશ્નો હલ થાય છે. તો આમ પ્રજાનું શું ? તેવું લોક મુખે ચર્ચાઈ છે. ત્યારે અધિકારી કહે છે, સ્ટાફ નથી પહોંચતો નથી ત્યારે ગુટલી બાજ અધિકારી ક્યારે આવે છે, ક્યારે જાય છે તેની નોંધ લેવાતી નથી. ઓફિસ સમય દરમિયાન મોબાઇલમાં ઓફિસના કામને બદલે માત્ર પ્રશ્ન કામો અધિકારીઓ દ્વારા થતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
– રોહિત આર. મેરાણી (જામનગર)