પેટ્રોલ-ડીઝલ ભાવવધારા સામે અરવલ્લી કોંગ્રેસ આક્રમક બની

પેટ્રોલ-ડીઝલ ભાવવધારા સામે અરવલ્લી કોંગ્રેસ આક્રમક બની
Spread the love

અરવલ્લી જીલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ નિર્માણની માંગ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઇ રહેલો ભાવ વધારો, મોંઘવારીએ માજા મુકતા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા વિવિધ રીતે  વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્યારે મોડાસા શહેરમાં ચાર રસ્તા ખાતે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રમક વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર  કરી ધરણા પર બેસતા સતત વાહનોથી ધમધમતા રોડ પર ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા મોડાસા ટાઉન પોલીસે કોંગ્રેસના ત્રણે ધારાસભ્યો, અગ્રણી આગેવાનો સહીત ૧૫ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

મોડાસા ચાર રસ્તા ખાતે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોંઘવારી વિરુધ્ધ પ્રદર્શન યોજી મુખ્યમાર્ગ ઉપર ફરી કાર્યક્રમ આપી ભાજપ સરકારની નીતિ સામે આક્ષેપો કરી જણાવેલ કે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકારના શાસનમાં કેન્દ્ર અને રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ અને રાંધણગેસ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓમાં સતત વધારો કરાઈ રહ્યો છે. લોકડાઉનના પગલે ધંધા રોજગાર બંધ રહેવાથી ગરીબ અને મધ્યમવર્ગ અસહય મોંઘવારીના બોજા હેઠળ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે જ છેલ્લા ૧૫ દિવસ દરમિયાન ભાજપની સરકારે પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો ઝીંકી દેતા સામાન્ય માણસની કમર તોડી નાખી છે. ડિઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ મોંઘુ થતાં જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે.

કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે કોરોના મહામારીના સમયમાં પ્રજા મુશકેલીમાં હોય ત્યારે સરકાર દ્વારા મદદ કરવાની થતી હોય છે પરંતુ મુંગેરીલાલના સપના જેવું રાહત પેકેજ જાહેર કરી લોકોની વેદનામાં વધારો કરવાનું કૃત્ય કર્યું છે અને સાથોસાથ પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારાની સાથોસાથ જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ સખત ભાવ વધારો કરી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને મોંઘવારીના બોજા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે. પરિણામે સામાન્ય વર્ગ ભારે હાલાકી ભોગવી રહ્યો છે. પેટ્રોલ પેદાશમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં સેન્સ અને જીએસટીમાં સતત વધારો કરી ત્રણ ગણા ભાવથી પેટ્રોલ વહેંચી લોકોની યાતનામાં વધારો કરવાનું કામ ભાજપ સરકારી કર્યું છે જેને કોંગ્રેસ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કઢાઇ છે.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG_5193.jpg

Admin

Salim Patel

9909969099
Right Click Disabled!