ચાણોદ સ્થિત પરમહિત ધામ સંકુલ ખાતે વાંસળીના સૂર રેલાવી 100 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું

ચાણોદ સ્થિત પરમહિત ધામ સંકુલ ખાતે શાસ્ત્રી નયનભાઈ જોશી દ્વારા વાંસળીના સૂર સાથે 100 જેટલા વૃક્ષોને રોપવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ સાથે ગાય માતાનું પૂજન કરીને વિશ્વ કલ્યાણ અર્થે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
વૃશ્રારોપણના કાર્યક્રમમાં જ્યોતિર્નાથ સ્વામી, સડક સુરક્ષા સમિતિ ચેરમેનના મોહિત શેઠ, ગોપાલભાઈ ટેલર, વાંસળીવાદક સચિનભાઈ દરજી અને સંવેદના ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ સંપન્ન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પરમહિત ધામમાં વૃક્ષોનું જતન કરી પર્યાવરણ જાળવવાની ટેક નયનભાઈ જોશી દ્વારા લેવામાં આવી છે.
રિપોર્ટ : કાદર મેમણ (દહેગામ)