ખેડૂતો સાવધાન : ખરીફ સીઝનમાં બનાવટી બિયારણનો વેપલો

Spread the love

સરડોઈ : આ વર્ષે વહેલા ચોમાસાની શરૂઆત થતાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માં ખેડૂતો એ ખરીફ વાવેતર શરૂ કર્યું તેની સાથે કેટલાક વિસ્તારો માં બનાવટી બિયારણ નો વેપલો શરૂ થયાની ચર્ચા છેડાઈ છે.જેમાં સર્ટિફાઇડ બિયારણ ની થેલી ઓ માં ભડતું બિયારણ ખેડૂતોને પધરાવવા માં આવી રહ્યું છે.ખાસ કરી ને મગફળીના બિયારણમાં ખેડૂતોને છેતરવામાં આવતા હોવાની ફરીયાદો સાંભળવા મળી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં બનાવટી બિયારણોનો વેપાર થઈ રહ્યાની આશંકાઓ વ્યક્ત થઈ છે તેમ છતાં ખેતીવાડી વિભાગ અને સંલગ્ન અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં સરી પડ્યા છે.

જેના કારણે ઊંચા ભાવનું બિયારણ ખરીદી ખેડૂતો છેતરાઈ જવાની સંભાવના છે.જિલ્લાના કેટલાક ખેડૂતો એ તો આ સીઝનમાં મગફળીનું સર્ટિફાઇડ બિયારણ ખરીદી વાવેતર કર્યું હોવા છતાં નિયત સમય માં ઉગી શક્યું ના હોવાની બૂમ ઉઠી છે. બનાવટી બિયારણની બોલ બાલાના કારણે વાવેતર નિષ્ફળ જવાની દહેશત વ્યકત થઇ છે ત્યારે ખેડૂતો જાગૃત થવાની સાથે સરકારના ખેતી વિભાગે પણ જાગવાની જરૂર છે અન્યથા બિયારણમાં છેતરાયેલા ખેડૂતો પાયમાલ બની શકે છે.

દિનેશ નાયક

Admin

Dinesh Nayak

9909969099
Right Click Disabled!