ખેડબ્રહ્મા : શહેરમાં સ્ટ્રીટ લાઈટનુ ઉદઘાટન

ખેડબ્રહ્મા શહેરમાં પ્રવાસી આશ્રમથી મેઘદર્શન સોસાયટી સુધી 10 લાખના ખર્ચે નાખવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ નું લોકાર્પણ નગરપાલિકા ના ઉપપ્રમુખ
અરવિંદભાઈ ઠકકર, દિવાબતી સમિતિના ચેરમેન શ્રી દશરથભાઈ પ્રજાપતિ, સહકારી જીનના વાઇસ ચેરમેન ખુશાલદાસ પટેલના વરદ હસ્તે સ્વીચઓન કરી લોકાર્પણ કરી આમ જનતા માટે ખૂલી મૂકી હતી.
આ સ્ટીટ લાઈટ ચાલુ થવાથી નગરપાલિકા સમાવિષ્ઠ આજુબાજુના કંપા ના રહીશો નવનિર્મિત સોસાયટી ના લોકો ને સાંજના સમયે સ્ટેટ લાઈટ નો લાભ મળશે. આ લોકાર્પણ પ્રસંગે સિંગલકપાના ઇશ્વર ભાઈ પટેલ તથા સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. સ્ટેટ લાઈટ ની શુભ શરૂઆત
શાસ્ત્રીજી દ્વારા મંત્રોચ્ચાર કરી શ્રીફળ વધેરી સ્વીચઓન કરવામાં આવી હતી.
ધીરુભાઈ (ખેડબ્રહ્મા)