ખેડબ્રહ્મા : ગઢડા શામળાજી ગામે વીજળી પડતાં 3 ગાયોના મોત

ખેડબ્રહ્મા : ગઢડા શામળાજી ગામે વીજળી પડતાં 3 ગાયોના મોત
Spread the love

ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામે રહેતા ચૌહાણ ભારત સિંહ લાલસિંહ વ્યવસાયે ખેડૂત ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. કોરોના મહામારી ને લીધે ખેડૂતો ની હાલત કફોડી બની ગઈ છે. ગઢડા શામળાજી ગામે ગાજ વીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાથી ખેતરમાં તબેલામાં બાંધેલી ત્રણ દુઝણી ગાયો પર વીજળી પડતાં ઘટનાસ્થળે જ ત્રણેય દુધાળી ગાયોના કમકમાટીભર્યું મોત નીપજયાં હતા. ખેડુત ભારત સિંહ ચૌહાણ નેં *માથે આભ ફાટ્યું હોય તેમ આવક નું સાધન ગણાતી ત્રણેય દુધાળી ગાયોના મોત થવાથી નિઃસહાય બની ગયા હતા. આવી આકસ્મિક કુદરતી રીતે આવી પડેલી આફત સામે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવું ગઢડા શામળાજી સરપંચ શ્રી એમ.આર. ચૌહાણે જણાવ્યું હતું.

ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG-20200705-WA0078-1.jpg IMG-20200705-WA0078-0.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!