કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે યુવા નેતા હાર્દિક પટેલની નિયુક્તિ

ગાંધીનગર : આજરોજ કોંગ્રેસ દ્વારા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ ને પાર્ટી દ્વારા બહુ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કૉંગ્રેસે ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની નિયુક્તિ કારી છે. આ નિયુક્તિ બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મારા પર પાર્ટીએ મુકેલા ભરોસાને હું સાર્થક કરીશ અને ખેડૂતો, બેરોજગારો, યુવાનોના પ્રશ્નો સરકાર સમક્ષ ઉઠાવીશુ. કૉંગ્રેસે હાર્દિક પટેલની નિયુક્તિ કરી એ સંદેશ આપવાની કોશિશ કરી છે પાર્ટી યુવાનોને પ્રાધાન્ય આપી રહી છે અને આવનારા સમયમાં વધુ યુવાનો કોંગ્રેસ નેતૃત્વમાં ભરોસો મૂકે તેવા પ્રયત્નો કર્યા હોય તેવું કહી શકાય. હાલ કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે અમિત ચાવડા યથાવત રહેશે તેવું પાર્ટી દ્વારા કેહવામાં આવ્યું છે.