ખેડબ્રહ્મા : રોહીદાસ સમાજ ટ્રસ્ટ નવીન કારોબારીની રચના

- મંત્રી શ્રી ધીરુભાઈ પરમારની સવાનુમતે વરણી
- સમાજના શ્રેષ્ઠીઓ એ બિરદાવી અભિનંદન પાઠવ્યા
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી વિજયનગર અને દાંતા તાલુકાના ૨૮ ગામોનું બનેલ રોહીદાસ સમાજ સેવા ટ્રસ્ટની જનરલ મિટિંગ ગઈ કાલે તા.12-7-2020 ના રોજ (શ્યામ નગર) ખેડબ્રહ્મા સમાજવાડી ખાતે મળી હતી જેમાં ટ્રસ્ટ ના પ્રમુખ તરીકે શ્રી માધવલાલ કે.પરમાર અને મંત્રી તરીકે શ્રી ધીરુભાઈ બી.પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ નિમણૂક નેં સમાજ ના શ્રેષ્ઠીઓ એ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
સાથે સૌના સાથ સહકાર થી સમાજ ના હિતમાં નવીન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સમાજના યુવા શિક્ષિત બેરોજગારો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. સાથે સમાજના ઉત્કર્ષ માટે વિવિધ પ્રકારની યોજનાઓનો અમલ કરવામાં આવશે તેવું નવીન વરણી પામેલ મંત્રી શ્રી ધીરુભાઈ એ જણાવ્યું હતું.
ધીરુભાઈ પરમાર (ખેડબ્રહ્મા)