રાજસ્થાનમાં ગહલોતે પાઇલટની પાંખ કાપી

રાજસ્થાનમાં ગહલોતે પાઇલટની પાંખ કાપી
Spread the love

જયપુર રાજસ્થાન કૉંગ્રેસમાં સત્તાની અભૂતપૂર્વ સાઠમારી વચ્ચે જયપુરમાં રાજસ્થાન કૉંગ્રેસ વિધાનમંડળ પક્ષે રાજ્યમાં અશોક ગહલોતની સરકારને ટેકો આપતો ઠરાવ સોમવારે પસાર કર્યો હતો. ગહલોત-તરફી વિધાનસભ્યો કે જેમને આ બેઠક પૂર્વે જયપુર નજીકના એક રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા હતા તેઓ બેઠક બાદ રિસોર્ટમાં જ રહ્યા હતા. સચિન પાઇલટનો બળવો નિષ્ફળ જવાની હાલમાં શક્યતા જણાઈ રહી છે. એક તરફ મુખ્ય પ્રધાન અશોક ગહલોતે કુલ ૨૦૦ વિધાનસભ્યો ધરાવતી વિધાનસભામાં પોતાને ૧૦૭ મેમ્બરોનો ટેકો હોવાનો દાવો કર્યો છે, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટનો એવો દાવો છે કે ગહલોત પાસે બહુમતી નથી, કારણકે તેમને માત્ર ૮૪ વિધાનસભ્યોનો ટેકો છે.

વિધાનમંડળ પક્ષના નિવેદનમાં જણાવાયું હતું કે ‘વિધાનમંડળની બેઠકમાં ૧૦૭ વિધાનસભ્યો હાજર હતા જેનો મતલબ એ થયો કે ગૃહમાં મુખ્ય પ્રધાન ગહલોતને ૧૦૭ મેમ્બરોનો ટેકો છે. આ તમામ મેમ્બરોને ગહલોતની સરકાર પર પૂરો વિશ્ર્વાસ છેબેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં રાજસ્થાનમાં વિધાનસભ્યોને ખરીદી લઈને રાજ્ય સરકારને અસ્થિર કરવાનો ભારતીય જનતા પક્ષ ભાજપ સામે આક્ષેપ પણ મૂકવામાં આવ્યો હતો.બીજી તરફ, પાઇલટે એવો પણ દાવો કર્યો છે કે ગૃહમાં તેમને કૉંગ્રેસના ૩૦ વિધાનસભ્યો તેમ જ થોડા અપક્ષોનો ટેકો છે.જોકે, આ બધા દાવા વચ્ચે કેટલીક ચોંકાવનારી ઘટનાઓ પણ બની છે.

એક અહેવાલ અનુસાર કૉંગ્રેસે મુખ્ય પ્રધાન ગહલોત સહિતના પોતાના વિધાનસભ્યોને બસમાં બેસાડીને જયપુર નજીકના એક રિપોર્ટમાં મોકલી દીધા હતા કે જેથી વિધાનસભ્યોમાંથી કોઈ મેમ્બર સચિન પાઇલટના પ્રલોભનને કારણે તેમની તરફેણમાં ન જતા રહે. દરમિયાન, આવકવેરા વિભાગે રાજસ્થાન-સ્થિત એક હાઇડ્રોપાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની તથા અન્ય કેટલાક વેપાર જૂથો સામેના કરચોરીના કેસના સંબંધમાં મુંબઈ તથા દિલ્હી, જયપુર અને કોટામાં દરોડા પાડ્યા હતા.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ સોમવારે પત્રકારોને કહ્યું હતું કે ‘સચિન પાઇલટ અને અન્યો માટે હજી પણ દરવાજા ખુલ્લા છેકૉંગ્રેસ વિધાનમંડળ પક્ષની બેઠક સોમવારે નિર્ધારિત સમય કરતાં ત્રણ કલાક મોડી શરૂ થઈ હતી અને એ વખતે પ્રધાનો તથા વિધાનસભ્યો કૅમેરા સામે વિજયી સંકેત આપતા નજરે પડ્યા હતા.સુરજેવાલાએ વિધાનમંડળ પક્ષની બેઠક પૂર્વેની પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું

કે જે વિધાનસભ્યો જયપુર નથી આવી શક્યા તેમણે રાજસ્થાન માટેના કૉંગ્રેસના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ અવિનાશ પાન્ડેનો સંપર્ક કરવો.સુરજેવાલાએ એવું પણ કહ્યું હતું કે પક્ષની સર્વોચ્ચ નેતાગીરીએ છેલ્લા ૭૨ કલાકમાં પાઇલટ સાથે ઘણી વાર વાતચીત કરી છે. જો પરિવારમાં મતભેદો હોય તો એ પરિવારમાં જ દૂર થઈ જવા જોઈએ. આવું કહેવા પાછળનો તેમનો ભાવાર્થ એ હતો કે પાઇલટ અને બીજા વિધાનસભ્યોએ આગળ આવીને પક્ષના મંચ પર પોતાની ફરિયાદો રજૂ કરવી જોઈએ.

દરેક સમસ્યાનો ઉકેલ હોય છે કૉંગ્રેસે રવિવારે મોડી સાંજે સુરજેવાલા ઉપરાંત પાન્ડે અને અજય માકનને વિધાનમંડળની બેઠકમાં નિરીક્ષક તરીકે તાબડતોબ જયપુર મોકલ્યા હતા. મિટિંગ પહેલાં પક્ષે વ્હીપ બહાર પાડ્યો હતો જેમાં જણાવાયું હતું કે પક્ષના જે વિધાનસભ્યો બેઠકમાં હાજરી નહીં આપે તેમની સામે તેમ જ હોદ્દેદારો કે વિધાનમંડળ પક્ષના કોઈ મેમ્બર રાજ્ય સરકારને કે પક્ષને નબળા પાડવા જો કંઈ કરશે તો તેમની સામે શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવશે.જોકે, પાઇલટે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ મિટિંગમાં હાજરી નહીં આપે

PTI12_14_2018_000069A_69062_d.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!