ખેડબ્રહ્મા : 71મા ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી

- ગઢડા શામળાજી ગામે 71મા ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી
- ગામની ખુલ્લી પડતર જગ્યાઓમાં વૃક્ષારોપણ કરી ગામને હરીયાળુ બનાવો
ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામ 71મા ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી તારીખ 15 7 2020 ના રોજ કરવામાં આવી હતી. ગઢડા શામળાજી ગામના યુવા સરપંચ શ્રી એમ આર ચૌહાણ ના અથાગ પ્રયત્નોથી ગઢડા શામળાજી ગામ ને હરીયાળુ બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેની નોંધ સાબરકાંઠા સામાજિક વનીકરણ ઉત્તર વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના 71મા કક્ષાના વન મહોત્સવની ઉજવણી શ્રી એ સી પટેલ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વર્તુળ મહેસાણા વિભાગ ના સાનિધ્યમાં કરવામાં આવી હતી.
આ ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવમાં શ્રી એ.એચ.ગઢવી, નાયબ વન સંરક્ષક શ્રીમતી કનકબા ચાવડા, મદદનીશ વન સંરક્ષક શ્રી એન.આર.ચૌધરી, પરિક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ રેન્જ ખેડબ્રહ્મા શ્રી કે.બી.પટેલ પરિક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ રેન્જ વડાલી અને શ્રીજી.એ પટેલ પરિક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ રેન્જ ઈડર તથા ખેડબ્રહ્મા વિસ્તરણ રેન્જના તમામ અધિકારીગણ ની હાજરીમાં ગઢડા શામળાજી ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગામની હરિયાળું બનાવવા માટે શ્રી એસ.ડી. પટેલે જણાવ્યું હતું કે ગામમાં જ્યાં ખુલ્લી જગ્યા હોય તેવી જગ્યાઓ માં વધુ ને વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તે અત્યારની તાતી જરૂરિયાત છે.
સાથે સાથે ફળાઉ વૃક્ષો અને ઔષધીય વૃક્ષો પણ વાવવામાં આવે તો ખેડૂતો તેમાંથી આવક ઉભી કરી શકે સરકારશ્રીની ચાલતી વનીકરણની તમામ યોજનાઓની સવિસ્તાર માહિતી આપી હતી. આ ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવમાં સરપંચ શ્રી એમ. આર ચૌહાણ શ્રી રમેશ ભાઈ દેસાઈ શ્રી વિક્રમસિંહ ચૌહાણ તથા ગઢડા શામળાજી ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધીરુભાઈ ખેડબ્રહ્મા