ખેડબ્રહ્મા હાઇવે શયામનગર નજીક હિટ એન્ડ રનની ઘટના

ખેડબ્રહ્મા હાઇવે શયામનગર નજીક હિટ એન્ડ રનની ઘટના
Spread the love
  • ખેડબ્રહ્મા વડાલી હાઇવે ઉપર આશરે ત્રણેક કિલોમીટર દૂર આવેલ શ્યામનગર ગામ પાસે કોઈ અજાણ્યો વેગેનાર વાહનચાલક ટક્કર મારી ફરાર

ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામના રહેવાસી પરમાર ઉપેન્દ્રભાઈ દલપત ભાઈ નો દીકરો નામે વંશ તેના મામાના ત્યાં શ્યામનગર ગયેલ હતો.
આજરોજ તેના પપ્પા તેને ઘેર લેવા તેની પોતાની માલિકીની જીપ લઈને જતા હતા. તે જ વખતે શ્યામનગર નીલકંઠ મહાદેવ મંદિરથી ૨૦૦ મીટર દૂર વડાલી તરફ વંશ ઉપેન્દ્રભાઈ રસ્તાની સાઇડે ઉભો હતો તે વખતે ખેડબ્રહ્મા તરફથી જતી કોફી કલર ની વેગેનાર ગાડી એ વંશ ને ટક્કર મારતા ડીવાઇડર સાથે અથડાઇ ગયો હતો. વેગન આર કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

વંશને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સાથે તેના પગે ફ્રેક્ચર થતાં તેને તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબ ડૉ મેડમે તેને ચેકઅપ કરી મૃત જાહેર કરેલ હતો. જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્મા તરફથી પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી પંચનામું કરી બોડીને પીએમ માટે ખસેડવામાં આવી હતી. ઘટના સ્થળે વંશ નુ પ્રાણ પંખેરું ઉડી જતાં પરિવારજનો માં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. પોલીસે અજાણ્યા વેગન આર કાર ચાલક વિરુદ્ધ બેફામ ગાડી ચલાવવા બદલ અકસ્માત મોતનો ગુનો નોંધી ગાડી ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે તેવું ખેડબ્રહ્મા પીએસઆઇ શ્રી વિશાલભાઇ બી.પટેલે જણાવ્યું હતું.

ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG20200719131431.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!