ખેડબ્રહ્મા : ગઢડા શામળાજી ગામે સખી મંડળની બહેનો દ્વારા વૃક્ષારોપણ

ખેડબ્રહ્મા : ગઢડા શામળાજી ગામે સખી મંડળની બહેનો દ્વારા વૃક્ષારોપણ
Spread the love

ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા ગઢડા શામળાજી ગામ ના સરપંચ શ્રી એમ આર ચૌહાણ ગઢડા શામળાજી ગામને હરિયાળું બનાવવા તનતોડ પરિશ્રમ કરી રહ્યા છે. ત્યારે આજ ગામની સખી મંડળની બહેનો દ્વારા ગામને નંદનવન બનાવવામાં સહભાગી બની 400 છોડનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. સરપંચશ્રીની વૃક્ષ પ્રત્યેની સહાનુભૂતિ જોઈ વૃક્ષ પ્રેમી એવા રામભાઈ ગઢવી પણ ગઢડા શામળાજી ગામની મુલાકાતે આવ્યા હતા. જેમની સરકાર દ્વારા વૃક્ષ પ્રેમી તરીકે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. જેઓનું સંપૂર્ણ જીવન વૃક્ષો અને પ્રકૃતિને સમર્પિત છે. વૃક્ષારોપણ ની આ કામગીરીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.

વૃક્ષોનું જતન કેવી રીતે કરવું કેવા કેવા વૃક્ષો વાવવા તે વિશે સરસ માહિતી આપી હતી. ફળાઉ ઝાડો અને આયુર્વેદિક વનસ્પતિ લોકોને ઉપયોગી બને તે માટે તે વાવવા ઉપર ભાર મૂક્યો હતો. સાથે આયુર્વેદિક વનસ્પતિ ના લાભો વિશે અને કયા રોગોમાં ઉપયોગી થાય તેની સમજ પણ આપી હતી. અને આ વૃક્ષો ભવિષ્યમાં વટવૃક્ષ બનશે ત્યારે ગામની શોભામાં અભિવૃદ્ધિ થશે અને આગામી પેઢી તેના ફળ ચાખી શકશે તે માટે સરપંચ શ્રી મહેન્દ્ર સિંહની આ પહેલને બિરદાવી હતી સાથે ગામલોકોનો જે સહકાર પ્રાપ્ત થાય છે તે પણ પ્રશંસનીય છે. સરપંચશ્રી તથા સદસ્યોએ ગઢડા શામળાજી ગામ ની મુલાકાત લેવા બદલ રામભાઈ ગઢવીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ધીરુભાઈ (ખેડબ્રહ્મા)

IMG20200725122625-2.jpg IMG20200725123006-1.jpg IMG-20200724-WA0035-0.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!