થરાદ : વીર પોહલી દિનની કરાઈ ઉજવણી, ભાઈના લાંબા આયુષ્ય માટે કરાય છે પ્રાર્થના

પવિત્ર શ્રાવણ માસના ત્રીજ પછી કોઈપણ રવિવારે ભાઈ- બહેનનો પવિત્ર તહેવાર એટલે કે વીર પોહલીની ઉજવણી કરવામાં આવે છે, વીર પોહલીના દિવસે ભાઈ બહેનના તહેવારમાં ભાઈ બહેનના ઘરે જાય છે અને બહેન એ ભાઈની પૂજા કરે છે. ભાઈને કુમકુમનું તિલક કરીને શાસ્ત્રો વિધી પ્રમાણે પુજા કરે છે, તેમજ ભાઈ બહેનને ગોળ અને અનાજ અને પૈસાનો ખોળો ભરાવી વીર પોહલીનો દિવસ મનાવવામાં આવે છે.
જોકે વીર પોહલીનો તહેવાર બ્રાહ્મણ સમાજના ઘરે ઉજવવામાં આવતો હોવાનું લુવાણા(ક) ગામના શાસ્ત્રી નરશીભાઈ દવે સહિત ભુરીયા ગામના શાસ્ત્રી વિક્રમભાઈ દવેએ જણાવી વીર પોહલી દિનની ઉજવણી પણ કરી હતી, ખાસ કરીને ભાઈ બહેનના ઘરે વીર પોહલીના દિવસે ભોજન કરે છે અને વીર પોહલીની વાર્તા સાંભળીને ભાઈ બહેનના પવિત્ર તહેવાર વીર પોહલીની ઉજવણી કરાય છે, ત્યારે થરાદ પંથકમાં વીર પોહલીનો પવિત્ર દિવસ ઘરે ઉજવાય છે, જેમાં થરાદ પંથકમાં વીર પોહલી દિવસની ઉજવણી કરી બહેન વ્રત રાખીને ભાઈના લાંબા આયુષ્ય સહિત તંદુરસ્ત શરીર રહે તેવી પ્રાર્થના કરી બહેનના ઘરે ભાઈને જમાડી વીર પોહલી દિનની ઉજવણી કરવાની પરંપરા હજી ગામડાઓમાં અકબંધ જોવા મળી રહી છે.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ