સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના નવા 14 કેસ નોંધાતા કુલ કેસ 365
સાબરકાંઠા જિલ્લામાં રવિવારે આવેલા રીપોર્ટ મુજબ નવા ૧૪ કોરોનાના કેસ સામે આવ્યા. જેમાં ઇડર તાલુકામાં પાનોલમાં ૫૦ વર્ષીય પુરુષ , રાધે બંગલોઝમાં ૪૮ વર્ષીય પુરુષ, સન સીટીમાં ૪૧ વર્ષીય પુરુષ અને ૪૦ વર્ષીય મહિલા, ઇડરમાં ૩૩ વર્ષીય પુરુષ અને ૫૫ વર્ષીય પુરુષ , હિંમતનગર તાલુકામાં રાયગઢમાં ૪૫ વર્ષીય પુરુષ અને ૮૦ વર્ષીય વૃદ્ધ, પોલો ગ્રાઉન્ડમાં ૭૨ વર્ષીય વૃદ્ધ , ગઢોડામાં ૨૫ વર્ષીય યુવક, મહાવીરનગરમાં ૫૯ વર્ષીય પુરુષ , તલોદમાં દેસાઈનગર માં 38 વર્ષીય પુરુષ, પ્રાંતિજમાં કેસરપુરા ૨૨ વર્ષીય યુવક અને ૬૦ વર્ષીય પુરુષનો covid 19નો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. આમ જિલ્લામાં કોરોનાના ૩૬૫ કેસ નોંધાયા જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૪૮ દર્દી કોરોના મુક્ત થયા છે.જ્યારે ૭ દર્દીઓના દુ:ખદ અવસાન થયા છે. ૧૧૦ દર્દી સારવાર હેઠળ છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)