ખેડબ્રહ્મા : જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ખાતે તા28-7-2020 ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડબ્રહ્મા તાલુકાના યુવા મિત્રોનો ખૂબ સહયોગ પ્રાપ્ત થયો હતો. સમાજ ની સેવા માટે પહેલવાન ની નહીં પરંતુ *રક્તદાતા બનવું જરૂરી છે. રક્તદાન એ જીવનદાન છેઃ ભલે આપણે ડોક્ટર નથી પરંતુ જરુરીયાત મંદોને લોહી પૂરું પાડવું એ પણ એક મહાદાન છે. આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે અધિક્ષકશ્રી બ્રહ્મ ભટ સાહેબ, તાલુકા હેલ્થ અધિકારીશ્રી ગોસ્વામી સાહેબ, ડો.શ્રી પરીખસાહેબ તથા જનરલ હોસ્પિટલ સ્ટાફ ના સંકલનમાં રહીને પ્રાન્ત અધિકારી શ્રી પાટીદાર સાહેબ અને મામલતદાર શ્રી ગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલમાં ચાલી રહેલી કોવિડ 19 ની મહામારી ને ધ્યાને લઇ સરકાર દ્વારા પ્રકાશિત સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ નું પાલન થાય તે રીતે સોસિયલ ડીસ્ટંસનું પાલન, ફરજિયાત માસ્ક, હેન્ડવાશ જેવી આવશ્યક તમામ બાબતની કાળજી રાખી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં દરેક તાલુકા મથકે તા.21જુલાઈથી તા.20-10-2020 સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે એવું ડો. ગોસ્વામી સાહેબે જણાવ્યું હતું. સાથે સાબરકાંઠા જિલ્લાના યુવા મિત્રોને બ્લડ ડોનેટ કરવા આહવાન કરવામાં આવ્યું હતું. અંદાજે 151 થી વધુ બોટલ લોહીભેગું કરી જરુરીયાત મંદોને બ્લડ પુરું પાડવામાં આવે તેવા પ્રયત્નો સિવિલ હોસ્પિટલ ખેડબ્રહ્મા તથા તાલુકા હેલ્થ ઓફિસ તરફથી પ્રયત્ન કરવામાં આવ્યા હતા. સાથે બ્લડ ડોનેશન કેમ્પ વતી રક્ત દાતાઓ નો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ધીરુભાઈ ખેડબ્રહ્મા