લોન કૌભાંડમાં ભદ્રેશના પુત્ર પાર્થની ધરપકડ

અમદાવાદની રત્નાકર બેંક લિમિટેડમાંથી ૨૯.૯૪ કરોડની પાક લોન મેળવીને કરોડોનું કૌભાંડ આચરનાર મુખ્ય સુત્રાધાર ભદ્રેશ મહેતાના પુત્ર પાર્થ મહેતાનો કોવિડ-૧૯ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વિધવત ધરપકડ કરાઈ હતી અને તેને સીઆઈડી ક્રાઈમ દ્વારા ભુજની કોર્ટમાં ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરાયો હતો. જો કે કોર્ટે આગામી બીજી ઓગસ્ટના બપોરે બાર વાગ્યા સુાધીના ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના ૧૧૯ ખેડૂતોને અંધારામાં રાખીને તેમના નામે અમદાવાદની રત્નાકર બેંકમાંથી ૨૯ કરોડ ૯૪ લાખ ૩૩ હજાર ૫૬૦ની લોન મેળવવામાં આવી હતી. જે લોનની રકમ ભરપાઈ ન કરીને કરોડોનો આાથક ગોટાળો કરનાર ભદ્રેશ મહેતા અને જયંતી ઠક્કર ડુમરાવાળા સહિતના ૯ આરોપીઓ સામે સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો નોંધાયો હતો. બે દિવસ પૂર્વે જ નોધાયેલી ફરિયાદ વખતે જ આરોપી ભદ્રેશ મહેતાના પુત્ર પાર્થ મહેતાને પકડી પાડવામાં આવ્યો હતો.
જેનો કોવિડ-૧૯ રિપોર્ટ નેગેટિવ આવતા તેની વિિધવત ધરપકડ કરાઈ હતી અને સીઆઈડી ક્રાઈમના આ કેસના તપાસનીશ ડીવાયએસપી એ.એમ.પટેલની ટીમ દ્વારા આરોપીને ભુજની અદાલતમાં ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાયો હતો. ત્યારે કેસના સરકારી વકીલ કે.સી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે સીઆઈડી ક્રાઈમ વતી આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથેની દલીલો કરાઈ હતી. કોર્ટે દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીના આગામી બીજી ઓગસ્ટે ૧૨ વાગ્યા સુાધીના ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.