ખેડબ્રહ્મા પોશીના તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ચોપડાનું મફત વિતરણ

ખેડબ્રહ્મા પોશીના તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ચોપડાનું મફત વિતરણ
Spread the love

ONGC‌ અમદાવાદ ચાંદખેડા ના એસસી.એસટી. કમ્પોનન્ટ પ્લાન અંતર્ગત વર્ષ 2019 અને 20 માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે પૈકી ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાની શાળાઓના એસ.સી એસ.ટી બાળકોને ખેડબ્રહ્માથી10 કિલોમીટર દૂર અંબાજી હાઈવે ઉપર આવેલી ચાડા પ્રાથમિક શાળામાં જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્માના આર.એમ.ઓ શ્રી ડો. આર.ડી. પરીખ ના વરદ હસ્તે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યની પ્રેરણા ઓએનજીસી એસ.સી એસ.ટી યુનિયનના ચેરમેન શ્રી જે.જે. પરમાર સાહેબ તેમજ મણીયાર સાહેબ સાથે મળી આ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવેલ છે. જે દર વર્ષે જરૂરિયાતમંદ બાળકોને ચોપડાઓનું વિતરણ કરે છે સાચા અર્થમાં ખરેખર ગરીબ છે તેવા એસસી. એસટીના વિદ્યાર્થીઓને ડો.બાબા સાહેબ આંબેડકરના નામના ચોપડાઓ છપાવી વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક શાળાના મુખ્ય શિક્ષકોને બોલાવી ઓએનજીસી એજ્યુકેટીવ મેમ્બર હસમુખભાઈ વણકર તથા પ્રકાશભાઈ વણકરની હાજરીમાં વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઇન્ટેરિયર એરીયા એવા ખેડબ્રહ્મા પડોશીના તાલુકામાં અમદાવાદ ચાંદખેડા કમ્પોનન્ટ પ્લાન અંતર્ગત ચોપડાઓનું વિતરણ કરતા શાળાના આચાર્યશ્રીઓ વતી ચાડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નટુભાઇ પરમારે ઉપસ્થિત સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. દર વર્ષે એસ.સી એસ.ટી બાળકોને ચોપડાઓનું વિતરણ કરવામાં આવશે તેવું યુનિયનના ચેરમેન શ્રી જે.જે.પરમાર સાહેબે જણાવ્યું હતું.

ધીરુભાઈ (ખેડબ્રહ્મા)

IMG20200730121858-2.jpg IMG-20200730-WA0020-1.jpg IMG-20200730-WA0028-0.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!