ખેડબ્રહ્મા : ઈડર રાણી તળાવ પાસે લટકતી લાશ જોવા મળતા ચકચાર

ખેડબ્રહ્મા : ઈડર રાણી તળાવ પાસે લટકતી લાશ જોવા મળતા ચકચાર
Spread the love
  • ઇડરના રાણી તળાવ પાસે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ઇડર વડાલી હાઇવે ઉપર ઇડર નજીક આવેલા રાણી તળાવ પાસે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલી લાશ મળતાં ચકચાર. આજ રોજ વહેલી સવારે ઈડર રાણી તળાવ પાસે બાબરભાઈ સોનીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી મુજબ તેઓ ઇડર ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને સોની કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરવાનું કારણ હજુ અકબંધ છે. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઈડર પોલીસ નેં જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળ ની કાયૅવાહી હાથ ધરવામાં આવેલ છે તેવું પોલીસ સ્ટેશન દ્વારા જાણવા મળ્યું હતું.

ધીરુભાઈ (ખેડબ્રહ્મા)

IMG-20200730-WA0030-2.jpg IMG-20200730-WA0031-1.jpg IMG-20200730-WA0029-0.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!