ખેડબ્રહ્મા : ગુજરાત ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની ઓનલાઈન મિટિંગ મળી

- સોશિયલ મીડિયાનો ઉપયોગ ઝુમ એપ પર ગુજરાત ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની ઓનલાઈન મિટીંગ મળી
- સોશિયલ distance જાળવવા online મીટીંગ
ગુજરાત ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના પ્રમુખશ્રી ઉજ્જવલ ભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને રાજ્ય સંઘના હોદ્દેદારો સાથે ઝૂમ એપ પર ઓનલાઈન મિટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, ગ્રાન્ટેડ એ ગુજરાતનો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકોનો એકમાત્ર સરકાર માન્ય સંઘ છે. જેનો ઉદ્દેશ એ છે કે રાષ્ટ્ર કે હિતમે શિક્ષા, શિક્ષા કે હિતમે શિક્ષક, શિક્ષક કે હિતમે સમાજ. આ ઉત્તમ લક્ષ્ય રાખી આ સંઘ સૌને સાથે રાખી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે કામગીરી કરી રહ્યો છે. ગત વર્ષે આ મહાસંઘ ની શરૂઆત થઇ હતી. ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે ગુજરાત સરકારમાં રજૂઆતો કરવામાં આવીછે.
ટૂંક સમયમાં ફરીવાર પણ માનનીય શિક્ષણ સચિવશ્રી, શિક્ષણ નિયામકશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની મુલાકાત માટે સમય માંગેલ છે. પરંતુ કોરોના મહામારી અને lockdown ના કારણે સરકારના જે તે વિભાગો દ્વારા મીટીંગો માટે મંજુરી મળેલ ન હતી. જે ટૂંક સમયમાં રુબરુ મુલાકાત માટે સમય ફાળવવામાં આવનાર હોઈ સમય મળતાં શિક્ષક મિત્રો ના પ્રશ્નો બાબતે ચર્ચા કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે ગુજરાતના તમામ ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક મિત્રોને ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘમાં જોડાવા અને સંગઠન ને વધુ મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી છે.
જે તે જિલ્લા વાઇઝ પ્રભારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે અને જે તે જિલ્લાના શિક્ષક મિત્રોના પ્રશ્નો નો જિલ્લા વાઈઝ સત્વરે ઉકેલ લાવવામાં આવશે.
આ ઓનલાઇન મિટીંગ માં અધ્યક્ષ શ્રી ઉજ્જવલભાઇ પટેલ, મહામંત્રી શ્રી અમીબેન પટેલ, ઉપાધ્યક્ષશ્રી જગદીશ ભાઈ બારીયા, ધીરુભાઈ પરમાર, રોનકભાઈ પટેલ, સંગઠન મંત્રી શ્રી નારાયણભાઈ રાઠોડ, મંત્રી શ્રી સુનિલભાઈ પ્રજાપતિ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ધીરુભાઈ ખેડબ્રહ્મા