ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા અકસ્માતી 11 મૃતકોના પરિવારને ચેક અર્પણ

અકસ્માતમાં ભોગ બનતા મૃતકો માટે વિવિધ ક્ષેત્રો દ્વારા આર્થિક સહાય ચૂકવી આર્થિક રીતે મદદ કરી મૃતકોના પરિવારજનોને આશ્વાસન આપતા હોય છે, ત્યારે અકસ્માતમાં ભોગ બનનાર અગિયાર મૃતકોના પરિવારજનોને ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ચેક અર્પણ કરી આર્થિક મદદરૂપ થયા હતા, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના ૫ થી ૭૦ વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખનો અકસ્માત વિમા કવચ લેવાયો હોઈ અકસ્માત વિમા કવચ અંતર્ગત 8મી ઓગસ્ટને શનિવારના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદના ચેરમેન પરબતભાઈ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરની ઉપસ્થિતમાં અકસ્માતે મૃત્યુ પામનાર ૧૧ મૃતકોના વાલી વારસોને રૂપિયા એક -એક લાખના અગિયાર ચેક અર્પણ કરી આર્થિક મદદરૂપ થતા ઉમદા કાર્ય પુરૂં પાડયું હતું.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ