સરકારી વિજ્ઞાન કોલેજ થરાદના કાર્યકારી પ્રિન્સિપાલનો સન્માન સમારોહ

સરકારી વિજ્ઞાન કોલેજ થરાદ ખાતે તારીખ ૨૦/૦૮/૧૮ થી ૩૦/૦૭/૨૦ દરમ્યાન કાર્યકારી પ્રિન્સીપાલ તરીકે સેવારત પ્રોફેસર ડૉક્ટર આર.કે. ચોવાટિયાનો સન્માન સમારોહ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના પ્રિન્સિપાલ ડૉકટર એચ.વી. સેંજલીયાના અતિથિ વિશેષ પદે યોજાયો હતો, જેમાં પ્રોફેસર આનંદભાઈ શર્માએ વૈદિક મંત્રોચ્ચાર કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. સરકારી વિજ્ઞાન કોલેજના નવનિયુક્ત પ્રિન્સિપાલ ડૉકટર જગદીશભાઈ એચ. પ્રજાપતિએ તથા પ્રિન્સીપાલ સેંજલીયાએ શાલ ઓઢાડી માનભેર સન્માન કર્યું હતું.
આ પ્રસંગે બંને કોલેજના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ડૉકટર રમેશકુમાર ચોવટીયાએ પોતાના સંસ્મરણો વાગોળી સૌનું અભિવાદન કર્યું હતું અને તેમની નિષ્ઠાપૂર્વકની સેવાની યાદગીરીના પ્રતિક તરીકે તેઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોફેસર આર.કે. ચોવટીયાએ સાયન્સ ઉપરાંત વિનયન વાણિજ્ય થરાદ, ભાભર અને વાવની કોલેજોમાં પણ કાર્યકારી આચાર્ય તરીકે અસરદાર નેતૃત્વ પુરૂ પાડયુ છે, આ પ્રસંગે પ્રોફેસર નિહાર નિમ્બારક તથા પ્રોફેસર હર્ષદ લકુમે મોમેન્ટો અર્પણ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર રુદ્ર દવે તથા આભારદર્શન પ્રોફેસર અશોકભાઈ દરજીએ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ