પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 25 કેસ નોંધાયા

પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 25 કેસ નોંધાયા
Spread the love

પાટણ જિલ્લા માં દિવસને દિવસે કોરોના એ પગ પેસાળો કર્યો હોય તેવું લાગી રહ્યું છે , ત્યારે જિલ્લા માં આજે વધુ ૨૫ કેસ નોંધાતા જિલ્લા માં કોરોના આંક ૯૦૦ ને પાર પહોંચી ગયો. પાટણ જિલ્લા માં આજે ૨૫ નવા કેસ આવ્યા જેમાં ૧૩ પુરુષ અને ૧૨ સ્ત્રી નો સમાવેશ થાય છે. ચાણસ્મા તાલુકા માં આજે ૭ કેસ નોંધાયા જેમાં ૪ પુરુષ અને ૩ સ્ત્રી નો સમાવેશ થાય છે , જેમાં ધાણોઘરડા ગામની ૫૬ વર્ષિય સ્ત્રી અને ૫૫ વર્ષિય પુરુષ , વડાવલી ગામના ૫૬ વર્ષિય પુરુષ , મીઠાઘરવા ગામની ૪૨ વર્ષિય સ્ત્રી , સમીસા ગામની ૫૪ વર્ષિય સ્ત્રી અને ૫૫ વર્ષિય પુરુષ , મણીયારી ગામના ૨૪ પુરુષ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા.

પાટાણ તાલુકામાં આજે વધુ ૭ કેસ આવ્યા જેમાં શહેરમાં નવા ૫ કેસ અને તાલુકામાં નવા ૨ કેસ નોંધાયા , જેમાં શહેરની સારથીનગર સોસાયટીમાં રહેતા ૪૭ વર્ષિય પુરુષ અને ૬૮ વર્ષિય સ્ત્રી , અને હિંગળાચાચર વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષિય પુરુષ , જયવિરનગર સોસાયટીમાં રહેતી ૩૦ વર્ષિય સ્ત્રી , યશટાઉનશીપ માં રહેતી ૫૫ વર્ષિય સ્ત્રી અને તાલુકાના બોરસણ ગામની ૭૮ વર્ષિય સ્ત્રી અને હાંસાપુર ગામના ૩૫ વર્ષિય પુરુષ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા.

સિધ્ધપુર તાલુકામાં આજે નવા ૫ કેસ નોંધાયા જેમાં સિધ્ધપુર શહેરમાં વધુ નવા ૪ કેસ અને તાલુકામાં ૧ કેસ નોંધાયા , જેમાં શહેરની શક્તિનગર સોસાયટીમાં રહેતી ૫૮ વર્ષિય સ્ત્રી અને ઉમિયાનગર સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષિય પુરુષ , સરસ્વતી સોસાયટીમાં રહેતી ૨૭ વર્ષિય સ્ત્રી , સનનગર સોસાયટીમાં રહેતી ૪૪ વર્ષિય સ્ત્રી અને તાલુકા ના ફુલપુરા ગામમાં રહેતા ૨૪ વર્ષિય પુરુષ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા.

સમી તાલુકાના વરાણા ગામના ૨૫ વર્ષિય પુરુષ , શંખેશ્વર તાલુકાના ટુવડ ગામના ૩૫ વર્ષિય પુરુષ , હારીજ તાલુકાના કુંભાણા ગામની ૩૩ વર્ષિય સ્ત્રી , સરસ્વતી તાલુકાના અધાર ગામના ૫૮ વર્ષિય પુરુષ અને સાંતલપુર તાલુકાના ૩૪ વર્ષિય પુરુષ અને રાધનપુર શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં રહેતી ૫૪ વર્ષિય સ્ત્રી ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. આજના નવા ૨૫ કેસ સાથે જિલ્લામાં કોરોનાનો આંક ૯૧૩ એ પહોંચ્યો.

જય આચાર્ય (પાટણ)

IMG-20200808-WA0541-0.jpg IMG-20200808-WA0656-1.jpg

Admin

Jay Acharya

9909969099
Right Click Disabled!