સામાજિક કાર્યકર ખોડાભાઈ પટેલ દ્વારા સ્ત્રી સશક્તિકરણ સપ્તાહનું આયોજન

નારી શક્તિના વિકાસ માટે ગુજરાત સરકાર,ભારત સરકાર તથા સમાજ સેવી સંસ્થાઓ દ્વારા અવાર નવાર કાર્યક્રમો યોજાતા હોય છે.રાષ્ટ્રના વિકાસમાં અને પ્રત્યેક પુરુષની પ્રગતિમાં સ્ત્રી શક્તિનો અમૂલ્ય ફાળો હોય છે.દરેક ક્ષેત્રમાં સ્ત્રીનું સન્માન જળવાય એ આપણા સૌની ફરજ છે. આવી ફરજના ભાગ રૂપે માનવ કથાકાર અને સામાજિક કાર્યકર ખોડાભાઈ પટેલ અવાર- નવાર સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો કરતા હોય છે.આ સપ્તાહમાં પણ તેઓએ શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળામાં ‘ નારી તું નારાયણી ‘ ‘ રાષ્ટ્રનાં વિકાસમાં સ્ત્રી શક્તિનો ફાળો ‘ પરિવારની સાર – સંભાળ ‘ નારી તારા નવલાં રૂપ ‘ કોરોનાની મહામારીમાં સ્ત્રીઓની નીડરતા ‘ પર્યાવરણની જાળવણીમાં નારી શક્તિનું પ્રદાન ‘ અબોલા જીવ પ્રત્યે નારીની સંવેદના ‘ વગેરે વિષયો પર પરી સંવાદ યોજી તથા પુસ્તક અને વૃક્ષ અર્પણ કરી સ્ત્રી શક્તિનું સન્માન કરી સ્ત્રી સશક્તિકરણ સપ્તાહની ઉજવણી કરી હતી.