ખેડબ્રહ્મા : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઈ એની ઉજ્જવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નો ના ભાગ સ્વરૂપે દર વર્ષે આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર કરવામાં આવે છે. 9 ઓગસ્ટ દિવસને વિશ્વ આદિવાસી દિવસ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જળ જંગલ જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આ દિવસનું અનોખું મહત્ત્વ છે.
જેની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી આરડેકતા એન્જીનિયરીંગ કોલેજ મેત્રાલ ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી. આદિજાતિ ના તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ,સંસદસભ્ય, (રાજ્ય સભા) શ્રી રમીલાબેન બારા,ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાળ, સાબરકાંઠા કલેકટરશ્રી સી.જે. પટેલ,પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર શ્રી જી.ડી.ગમાર સાહેબ ખેડબ્રહ્મા, અશોકભાઈ જોષી,સાબરકાંઠા જિલ્લા ભાજપના હોદ્દેદારો, ખેડબ્રહ્મા તાલુકાના ભાજપના હોદ્દેદારો,ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકાના આદિજાતિ ભાઈઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.