ખેડબ્રહ્મા તાલુકા માં શિક્ષક કલ્યાણ યોજના દ્વારા એક લાખ રૂપિયાના ચેક અર્પણ

- સ્વ. શિક્ષક મિત્રોના પરિવારજનોને આર્થિક મદદ
સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષક મિત્રો પૈકી ખેડબ્રહ્મા તાલુકામાં ફરજ બજાવતા અને સદર તાલુકાના વતની એવા સ્વર્ગસ્થ શિક્ષક મિત્રો
1. સ્વ રમીલાબેન પટેલ ગલોડિયા.
2. સ્વ. પ્રક્ષેપ ભાઈ ઉપાધ્યાય તાલુકા શાળા.
3. સ્વ બાબુલાલ પારગી ઝાંઝવા.
આ ત્રણેય મિત્રોનું નિધન થતા તેમના પરિવારજનોને શિક્ષણ કલ્યાણ યોજના અન્વયે એક લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ચેકનું વિતરણ ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કસનાભાઈની હાજરીમાં કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખશ્રી કસનાભાઈ એ સાબરકાંઠા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા ચાલતી શિક્ષક કલ્યાણ યોજનાની કામગીરીને બિરદાવી હતી. આ સહાયથી પરિવારજનોને આર્થિક મદદ મળી રહેશે. સાથે સ્વર્ગસ્થ ત્રણેય કુટુંબના પરિવારજનોએ પણ ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઈ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ધીરુભાઈ (ખેડબ્રહ્મા)