SCનો મોટો નિર્ણય, પિતાની સંપત્તિમાં દીકરીઓનો પણ સમાન હક

પિતાની સંપતિમાં દીકરીની ભાગીદારી મામલે સુપ્રિમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે, “પિતા અથવા પૈતૃક સંપત્તિમાં દીકરીઓ પણ બરાબર ભાગીદાર છે અને તેમનો પણ સમાન હક છે. દીકરીઓને પણ દિકરાની જેમ સંપતિમાં સમાન હક જ છે. જસ્ટિસ અરૂણ મિશ્રાની બેંચનાં નિર્ણયમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ઉત્તરાધિકાર કાયદો 9 ડિસેમ્બર 2005માં સંશોધનની વ્યાખ્યા છે. કોર્ટે પોતાની ટિપ્પણીમાં જણાવ્યું કે, “દિકરીઓ હંમેશા દીકરીઓ જ હોય છે. દીકરા તો બસ માત્ર લગ્ન સુધી જ દીકરાઓ રહે છે. એટલે કે 2005માં સંશોધન કરતા પહેલાં પણ કોઇ પિતાનું મૃત્યુ થઇ ગયું હોય ત્યારે પણ દીકરીઓને પિતાની સંપત્તિમાં દીકરા અથવા તો દીકરાને બરાબર જ ભાગ મળશે.”
સુપ્રીમ કોર્ટે આ અંગે ચુકાદો સંભળાવતા જણાવ્યું કે, “દીકરીઓનો પિતાની સંપત્તિ પર સમાન અધિકાર હશે, ભલે હિંદુ ઉત્તરાધિકાર (અમેન્ડમેન્ટ) અધિનિયમ, 2005નાં લાગુ થયા પહેલાં જ કોપર્શનરનું મૃત્યુ થઇ ગયું હોય.” ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાનાં ચુકાદામાં જણાવવામાં આવ્યું કે, “દીકરી સદાય જીવનભર માટે હોય છે. એટલાં માટે તેમણે પૈતૃક સંપત્તિમાં સંપૂર્ણ અધિકાર છે. “વન્સ એ ડૉટર, ઑલવેઝ એક ડૉટર.” અત્રે નોંધનીય છે કે, 2005માં હિંદુ ઉત્તરાધિકાર કાયદો 1956માં સંશોધન કરવામાં આવ્યો હતો. જેનાં હેઠળ પૈતૃકની સંપત્તિમાં દીકરીઓને બરાબરનો ભાગ આપવાની વાત કરવામાં આવી છે. ક્લાસ 1 કાયદાકીય વારસદાર હોવાને નાતે સંપત્તિ પર દીકરીનો સમાન હકી દીકરા જેટલો જ છે. જો કે દીકરીનાં લગ્નને તેની સાથે કંઈ લેવાદેવા નથી.”
પૈતૃક સંપત્તિ પર આખરે કોનો અધિકાર?
હિંદુ કાયદા હેઠળ સંપત્તિ બે પ્રકારની હોઇ શકે છે. એક પિતા દ્વારા ખરીદેલી અને બીજી પૈતૃક સંપત્તિ. જે છેલ્લી 4 પેઢીઓથી પુરૂષોને જ એટલે કે દીકરાઓને જ મળે છે. કાયદા અનુસાર, દીકરી હોય કે દીકરો પરંતુ પ્રોપર્ટી પર બંનેનો હક જન્મથી સમાન જ હોય છે. કાયદો એવું કહે છે કે, “પિતા આ પ્રકારની પ્રોપર્ટીને પોતાનાં મનથી કોને ન આપી શકે. એટલે કે આ મામલે તેઓ કોઇ એક નામની વસીયત ન કરી શકે. એનો અર્થ એ છે કે તે દીકરીને તેનો ભાગ આપવાથી વંચિત ન રાખી શકે. જન્મથી જ દીકરીનો પણ પૈતૃક સંપત્તિ પર હક હોય છે.”
પિતાએ ખરીદેલી સંપત્તિ પરનો કાયદો શું છે?
જો પિતાએ ખુદ પ્રોપર્ટી ખરીદી છે અથવા પિતાના પ્લોટ અથવા ઘર પોતાના રૂપિયાથી ખરીદેલી છે તો દીકરીનો પક્ષ નબળો કહેવાય છે. આ કેસમાં પિતાની પાસે પ્રોપર્ટીને પોતાની ઇચ્છાથી કોઇને પણ અર્પણ કરવાનો તેમની પાસે અધિકાર હોય છે. તેમાં દીકરી પણ વાંધો ન ઉઠાવી શકે.