ડાંગ જિલ્લાના પૂર્વપટી વિસ્તારના પીપલદાહડ થી ગુરુડિયા ને જોડતો કોઝવે માં ગાબડું પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સાથે હાલાકી વેઠવાની નોબત ઉભી થવા પામી છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લા ના સુબિર તાલુકામાં આવેલ પીપલદહાડ થી ગુરુડિયા ને જોડતા માર્ગ ઉપર આવેલ કોઝવેમાં ગાબડું પડતા વાહન ચાલકોને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે. હાલ ચોમાસામાં નદીમાં પુર આવતો હોય કોઝવે પર પાણી ફરી વળે છે, જેથી કોઝવેમાં પડેલ ગાબડું નો અજાણ્યા વાહન ચાલકોને અંદાજો ન રહે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના નકારી શકાતી નથી. જેથી ડાંગ વહીવટી તંત્ર વહેલી તકે આ કોઝવે પર પડેલ ગાબડું અંગે જરૂરી દિશા સૂચક બોર્ડ લગાવી મરામતની કામગીરી હાથ ધરે તે ઇચ્છનીય છે.
વનરાજ પવાર ડાંગ