અમદાવાદ-સુરત રૂટની એસટી,ખાનગી બસો વધુ સાત દિવસ બંધ રહેશે

અમદાવાદ-સુરત રૂટની એસટી,ખાનગી બસો વધુ સાત દિવસ બંધ રહેશે
Spread the love

અમદાવાદ-સુરતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થતા ઉચ્ચકક્ષાએ આ પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ છેલ્લા 15 દિવસથી વધુ સમયથી એસટી બસ તેમજ ખાનગી બસોનું સંચાલન હાલ બંધ રાખવામાં આવ્યું છે. આ બસોનું સંચાલન હાલ શરૂ કરવું કે નહીં તે અંગે ઉચ્ચ કક્ષાએ ચર્ચા વિચારણા કર્યા બાદ બસોનું સંચાલન વધુ 7 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

જેના પગલે એસટી નિગમ દ્વારા સુરત જતી આવતી બસોનું સંચાલન 14 ઓગસ્ટથી વધુ 7 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ અધિકારીએ જણાવ્યું હતું. જો આ સમય દરમિયાન અન્ય ખાનગી વાહન, ગુડ્સ પરિવહન, ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલૂ રહેશે. જ્યારે અન્ય વિસ્તારોમાં એસટી, ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે.

orig_srt_1597363442.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!