ખેડબ્રહ્મા : સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી

ખેડબ્રહ્મા : સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી
Spread the love

ખેડબ્રહ્મા તાલુકા કક્ષાની અને શહેરી કક્ષાના સંયુક્ત સ્વાતંત્ર પર્વ કાર્યક્રમ ની ઉજવણી શેઠ કે.ટી. હાઈસ્કૂલ ના પટાંગણમાં શનિવારે 9:00 કલાકે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.યુ.શાહ ખેડબ્રહ્માના વરત હસ્તે કરવામાં આવી હતી. કોરોના મહામારી ના કારણે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ social distance સાથે ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નાયબ કલેક્ટરશ્રી એચ. યુ. શાહે. સ્વાતંત્ર પર્વ નિમિત્તે નગરજનોને શુભ સંદેશો આપી શુભેચ્છાઓ પાઠવી હતી. કોરોના મહામારી મા ખેડબ્રહ્મા નગરજનોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ ફરજિયાત માસ્ક પહેરવાની સલાહ આપી હતી.

સાથે કોરોના મહામારીમાં પોતાની જાતની પણ પરવા કર્યા વિના કોરોનાની મહામારી માં કામ કરનાર યોદ્ધાઓ પૈકી આરોગ્ય કર્મચારીઓનું અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સ્ટેશન શાળા ના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ તથા દિનેશભાઈ પટેલનું, તથા નગરપાલિકા સેનેટરી ઇસ્પેક્ટર શ્રી નરેન્દ્રસિંહ તથા સફાઇ કર્મીઓ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. નાયબ કલેકટર અને મામલતદાર શ્રી જી.ડી.ગમાર સાહેબના વરદ હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં ફોરેસ્ટ વિભાગ ખેડબ્રહ્મા નો સ્ટાફ પણ જોડાયો હતો. ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત રહેવા બદલ મામલતદાર શ્રી જી.ડી ગમાર સાહેબે નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG20200815091406-2.jpg IMG20200815091826-1.jpg IMG20200815090049-0.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!