કડી : આદર્શ વિદ્યાલય અને લાયન્સ ક્લબના સંયુકત ઉપક્રમે 74મો સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો

કડી : આદર્શ વિદ્યાલય અને લાયન્સ ક્લબના સંયુકત ઉપક્રમે 74મો સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો
Spread the love

શ્રી ડાહ્યાભાઈ પટેલ વિદ્યા સંકુલ આદર્શ વિદ્યાલય કરણનગર રોડ કડી ખાતે આદર્શ વિદ્યાલય અને લાયન્સ કલબ ઓફ કડી ના સંયુક્ત ઉપક્રમે 15 મી ઑગસ્ટે “74 મો સ્વતંત્રતા દિન’ ઉજવવામાં આવ્યો. તેમાં લાયન્સ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ધ્વજવંદન થયું હતું. તેમજ લાયન્સ ની મુખ્ય ટીમ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. તેમજ આ કાર્યક્રમમાં સંસ્થા ના સહમંત્રી તેમજ નિયામક શ્રી ભરતભાઇ પટેલ, ટ્રસ્ટીશ્રી શ્રી ચિરાગભાઈ ઠાકર, શ્રી વશરામભાઇ પટેલ, શ્રી ભરતભાઈ (આસોપાલવ) શ્રી શૈલેષભાઈ પટેલ (સર્વ વિદ્યાલય ) તેમજ બધાજ વિભાગના પ્રધાનાચાર્યશ્રીઓ, સ્કૂલનો સંપૂર્ણ સ્ટાફ અને સેવકશ્રી ઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ વિદ્યાભારતી અને ભારતીય પરંપરા મુજબ ઉજવાયો હતો. તેમજ વર્તમાન કોરોનાને અનુલક્ષીને સાવચેતીપૂર્ણ, શિસ્તમય અને મર્યાદિત સમયમાં પણ આ કાર્યક્રમ શ્રેષ્ઠ રહ્યો હતો. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન શ્રી મુકેશભાઈ પટેલ અને સંચાલન શ્રી નીતાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સુરેશભાઈ, શ્રી ગાયત્રીબેન, ઈન્ચાર્જશ્રી અને બધા જ શિક્ષક મિત્રોનું નોંધનીય યોગદાન રહ્યું હતું. અંતમાં કલ્યાણ મંત્રથી કાર્યક્રમ સંપન્ન થયો હતો. ત્યારબાદ શ્રી લાયન્સ કલબ દ્વારા ઉપવાસી નાસ્તાનું આયોજન થયું હતું.

IMG-20200816-WA0035.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!