માંગરોળનાં નાનીનરોલી ગામે ખેતરમાંથી મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું PM રીપોર્ટ

માંગરોળનાં નાનીનરોલી ગામે ખેતરમાંથી મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું PM રીપોર્ટ
Spread the love

માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામેથી મહેબૂબ ઉસ્માન આંધીનાં ખેતરમાંથી એજ ગામની ૫૪ વર્ષીય પ્રેમીબેન રમેશ વસાવાની લાશગત તારીખ ૧૪મી ઓગસ્ટ નાં રોજ મળી આવી હતી. મળી, આ પ્રશ્ને સુરેશ વસાવા એ માંગરોળ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસ ઘટનાં સ્થળે પોહચી ગઈ હતી અને લાશનો કબજો મેળવી, લાશનું પી.એમ.સુરતની નવી સીવીલ હોસ્પિટલની ફોરેન્સિક વિભાગનાં ડોક્ટરોની ટીમ મારફતે કરાવી લાશનો કબજો મરનારના પરિવારજનોને આપવામાં આવ્યો હતો, ત્યારબાદ પી.એમ.રિપોર્ટ આવતાં એમાં આ મહિલાનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતાં માંગરોળ પોલીસે ખૂનની FIR દાખલ કરી વધુ તપાસ PSI પરેશ એચ.નાયી ચલાવી રહ્યા છે. તારીખ ૧૪ નાં આ મહિલાને આજ ગામનો મહમદ ફેઝાન મુસા પટેલ પોતાની મોટરસાયકલ ઉપર બેસાડીને આ મહિલાને મજૂરી કામ માટે લઈ ગયો હતો, બોપોરે ત્રણ વાગે મહમદ ફેઝાન મુસા પટેલ મહિલાનાં ઘરે જઈ કહી આવ્યો કે મારનાર પ્રૅમીબેન અમારા ખેતરે બળદ લેવા ગઈ હતી જે હજુ સુધી પરત આવી નથી.જેથી મહિલાનાં પરિવારજનો અન્ય સંબંધીઓ સાથે ખેતરોમાં પ્રેમિબેનને શોધવા નીકળ્યાં હતા.તે દરમિયાન આજ ગામનાં મહેબૂબ ઉસ્માન આંધીનાં ખેતરમાંથી આ મહિલાની લાશ મળી આવી હતી.ખૂન કોણે કર્યું છે એની તપાસ માંગરોળ પોલીસ કરી રહી છે.

1597646177290.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!