માંગરોળ ખાતે RTO કેમ્પ 13 વર્ષ બાદ શરૂ કરવામાં આવ્યો

માંગરોળ ખાતે RTO કેમ્પ 13 વર્ષ બાદ શરૂ કરવામાં આવ્યો
Spread the love

તાલુકા મથક માંગરોળ ખાતે અગાઉ દર મહિને એકવાર RTO કેમ્પ યોજવામાં આવતો હતો.જે સને ૨૦૦૭ માં એકા એક બંધ કરી દેવામાં આવ્યો હતો. આ કેમ્પ બંધ થતાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાની પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. કેમકે આ વિસ્તારની પ્રજાએ છેક ૬૦ કીલોમીટર દૂર આવેલા બારડોલી સુધી લબાવવાનો વારો આવ્યો હતો.પરંતુ હાલમાં કોરોનાંની મહામારીને ધ્યાનમાં લઈ તથા બારડોલી RTO કચેરી ખાતે વધતી જતી ભીડને પગલે તથા પ્રજાજનોને પડતી અગવડતાને પગલે બારડોલી RTO કચેરીના અધિકારી મહેશભાઈ બગાલે જણાવ્યા મુજબ આ પ્રશ્ને ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ આજે તારીખ ૧૭ મી ઓગસ્ટ ના રોજ સોમવારે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ સરકારી રેસ્ટ હાઉસ ખાતે આ RTO કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં આજે અનેકવાહનો જોવા મળ્યા હતા.પ્રજાજનોએ માંગ કરી છે કે હવે દર માહીને માંગરોળ ખાતે RTO ની કેમ્પ યોજવામાં આવે સાથે જ આ કેમ્પમાં નંબરપ્લેટ ફીટીંગની કામગીરી પણ કરવામાં આવે એવી માંગ કરાઈ છે.

1597646762918.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!